Select Page
He Karuna Na Karnara

 

હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી

હે સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી

મેં પાપ કર્યાછે એવા હું ભૂલ્યો તારી સેવા

મારી ભૂલોના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી

હે પરમકૃપાળુ વ્હાલા મેં પીધા વિષના પ્યાલા

વિષને અમૃત કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી

હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી

અવળી ને સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી

ભલે છોરુ કછોરુ થાયે તું માવતર સમ કહેવાયે

મીઠી છાયાના દેનારા તારી કરુણાનો કોઈ પાર નથી

મને સુઝે ના કોઈ કિનારો મારો કયાંથી આવે આરો

મારા સાચા ખેવનહારા તારી કરુણાનો કોઈ પાર નથી

છે ‘જય’નું જીવન ઉદાસી તારે ચરણે લે અવિનાશી

ભકતોના દુ:ખ હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી