Maitrybhav Nu Pavitra
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહયા કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે
ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયુ મારું નૃત્ય કરે
એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અધ્ર્ય રહે
દિન ક્રૂર ને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે
કરૂણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે… મૈત્રી….
માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચિંધવા ઉભો રહું
કરે ઉપેક્ષાા એ મારગની તો યે સમતા ચિત ધરું
ચિત્ર ભાનુની ધર્મ ભાવના, હૈયે સૌ માનવ લાવૈ
વેરઝેરના પાપ ત્યજીને મંગળ ગીતો એ ગાવે
ૐ નમો અરિહંતાણં
નમો સિધ્ધાણં
નમો આયરીયાણં
નમો ઉવજજાયાણં
નમો લોએ સવ્વસાદુણં
એસો પંચનમુકકારો
સવ્વ પાવ પણાસણો
મંગલાણં ચ સંવેસી
પઢમમ હવઈ મંગલમ