Select Page
Vaishnav Jan To Tene

 

વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે

પર દુ:ખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે

 

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે

વાછ કાછ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે

 

સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે

જીહવા થકી અસત્ય ન બોલેે પર ધન નવ જાલે હાથ રે

 

મોહમાયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે

રામ નામ શું તાલી રે વાગી સકળ તીરથ તેના તનમાં રે

 

વણ લોભીને કપટ રહીત છે કામ ક્રોધ નિવાર્યા રે

ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યા રે.