Select Page

Vijadi Ne Chamkare

વીજળી નાં ચમકારે

વીજળી ને ચમકારે મોતીડાં પરોવવું પાનબાઇ !

અચાનક અંઘારૂં થાશે રે;

જોત રે જોતાંમાં દિવસ વયા રે ગયા પાનબાઇ !

એકવીસ હજાર છસો ને કાળ ખાશે  રે.

વીજળી ને ચમકારે…

જાણ્યા રે જેવી વસ્તુ  અજાણ છે રે  પાનબાઇ !

અધૂરિયાને નો કે’વાય જી,

ગુપત રસનો આ તો ખેલ અટપટો ને,

આંટી મેલો પૂરણ સમજાય જી.

પિંડ રે બ્રહ્માંડ્થી પર જે ગુરુજી પાનબાઇ !

તેનો રે  દેખાડું તમને દેશ જી,

ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ,

ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી…