Select Page

Vahla Mara Haiya Ma

વ્હાલા મારા હૈયામાં રહેજે . .

ભૂલું હું ત્યાં ટોકતો રહેજે 

વ્હાલા મારા

માયાનો છે કાદવ એવો , પગ તો ખુચી જાય 

હિંમત મારી કામ ના આવે , તુજ પકડજે બાંય 

વ્હાલા મારા

મરકટ જેવું મન આ મારું , જ્યાં ત્યાં કૂદકા ખાય 

મોહ મદિરા ઉપર પીધો ને . . . પાપે પ્રવૃત્ત થાય 

વ્હાલા મારા

દેવું પતાવવા આવ્યો જગમાં , દેવું વધતું જાય , 

છૂટવાનો એક આરો હવે તો , તું છોડે તો છૂટાય 

વ્હાલા મારા

ભક્ત હૃદયનું દર્દ હવે તો … મુખે કહ્યું ના જાય 

સોંપી મેં તો તારા ચરણમાં… થવાનું હોય તે થાય 

વ્હાલા મારા