Select Page

Tujne Vandan

તુજને વંદન

તુજને વંદન વારંવાર  ( ૨ )   દેવી શારદા મૈયા

તારો મહિમા અપરંપાર ( ૨ )  દેવી શારદા મૈયા

મૂર્તિ મનોહર કેવી , દર્શન કરીએ એવી

અમ અંતરમાં સોહાય ( ૨)  દેવી શારદા મૈયા

ભક્તિ અનુપમ ન્યારી , વાણી મધુર સુહાણી

કરીએ નમી નમી પ્રણામ (૨) દેવી શારદા મૈયા

વિદ્યા અમીરસ આપી,  અમૃત  પણ કરવી

જીવન મંગલ કરજો સદાય (૨) દેવી શારદા મૈયા