Select Page
Tu Mane Bhagwan

 

તું મને ભગવાન એક વરદાન આપી દે,

જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે

 

હું જીવું છું ઈ જગત માં જ્યાં નથી જીવન,

જીન્દગીનું નામ છે બસ ખોજ ને બંધન

આખરી અવતારનું મંડાણ બાંધી દે…

જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.. તું મને

 

આ ભૂમિમાં ખુબ ગાજે પાપના પડઘમ,

બેસૂરી થઈ જાય મારી પુણ્યની સરગમ

દિલરુબાના તારનું ભંગાણ સાંધી દે…

જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.. તું મને

 

જોમ તનમાં જ્યાં લાગી છે સૌ કરે શોષણ,

જોમ જતા કોઈ અહિયાં ના કરે પોષણ

મતલબી સંસારનું જોડાણ કાપી દે…

જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.. તું મને…..