Select Page
Tu Bhajman Mere

 

તું ભજમન મેરે ગોકૂલ ચંદ્રમ

ગોપ મહેન્દ્રમ શ્રી વૃજરાજ કિશોરં

યશોમતિ બાલમ મદન ગોપાલં

ગોપીજન ચિતચોરં

તું ભજમન….

 

વૃંદાવન વાસી રાસ વિલાસી

નટવર નંદ કિશોરં

ગિરીવર ધરણં ભકતા ભરણં

મદન મહામદ મારં

તું ભજમન….

 

મધુપુરી ભૂપં અકલ સ્વરૂપં

શરણાગત પ્રતીપાલં

રૂકમણિ નાથં શ્રુતિગુણ ગાથં

મહામતી દિન દયાલં

તું ભજમન….

 

રાધારમણં જગત સ્તવનં

સર્વેશ્વર શ્રુતિ સારં

આત્મા રામં પુરણ કામં

‘દયારામ’ ઉર હારં

તું ભજમન….