Select Page
TGES Na Ame Sarjan Hara

 

TGES ના અમે જ સર્જનહારા – ર

અમે દિપથી દિપ જલાવીને સૌ જગના તમ હરનારા

 

અમે એક સાથ સૌ એ મળીને, સૌ નવી ક્ષિાતીજ જોનારા

જ્ઞાન-વિજ્ઞાન ને નવીન કળાથી, અમ જીવન ઘડનારા

 

અમે એક સાથ માનવ અંતરને, અભિનવ અમૃત દેનારા

શાળાની સુવાસને નવિન ઉજાસને, જગમાં જય કરનારા

 

અમે સૌના છે સૌ છે અમારા, શાંતિના છે સર્જનહારા

તિમીર હટાવી જયોતિ જગાવી, મંઝિલને ઝીલનારા