Tara Dhukh Ne Khankheri Nakh
તારા દુ:ખ ને ખંખેરી નાખ .. તારા સુખને વિખેરી નાખ
પાણીમાં કમળ ની થઈને પાંખ, જીવતરનું ગાડું હાંક ..
સંસારી રે … તારા રામનો ભરોસો તું રાખ .. (કોરસ)
માટીના રમકડા ઘડનારાએ એવા ઘડ્યા,
ઓછું પડે એને કાંકનું કાક…જીવતરનું ગાડું હાંક ..
સંસારી રે … તારા રામનો ભરોસો તું રાખ .. (કોરસ)
તારા દુ:ખ ને ખંખેરી નાખ .. તારા સુખને વિખેરી નાખ (કોરસ)

તારું ધાર્યું કઈ ના થતું, હરી કરે સો હોય,
તારું ધાર્યું કઈ ના થતું, હરી કરે સો હોય, (કોરસ)
ચકલા ચકલી બે માળો બાંધેને, પીંખી નાખે કોય
ચકલા ચકલી બે માળો બાંધેને, પીંખી નાખે કોય (કોરસ)
હે… ટાળ્યા ટળે નહીં લેખ લલાટે, એમાં કોનો વાંક ..?
..જીવતર નું ગાડું હાંક ..