Select Page

શ્રીકૃષ્ણ: શરણં મમઃ……………..શ્રીકૃષ્ણ: શરણં મમ:

શ્રીકૃષ્ણ: શરણં મમ:……………..શ્રીકૃષ્ણ: શરણં મમ:

કદમ્બ કેરી ડાળો બોલે…………શ્રીકૃષ્ણ: શરણં મમ:

જમુના કેરી પાળો બોલે………..શ્રીકૃષ્ણ: શરણં મમ:

વ્રજ ચોરાસી કોશ બોલે………..શ્રીકૃષ્ણ: શરણં મમ:

કુંડ કુંડની સીડીઓ બોલે……….શ્રીકૃષ્ણ: શરણં મમ:

કમલ કમલ પર મધુકર બોલે……શ્રીકૃષ્ણ: શરણં મમ:

ડાળ ડાળ પર પક્ષી બોલે……….શ્રીકૃષ્ણ: શરણં મમ:

વૃંદાવનના વૃક્ષો બોલે…………….શ્રીકૃષ્ણ: શરણં મમ:

ગોકુળિયાની ગાયો બોલે……….શ્રીકૃષ્ણ: શરણં મમ:

કુંજ કુંજ વન ઉપવન બોલે…….શ્રીકૃષ્ણ: શરણં મમ:

વ્રજભૂમિના રજકણ બોલે………શ્રીકૃષ્ણ: શરણં મમ:

રાસ રમંતા ગોપી બોલે………….શ્રીકૃષ્ણ: શરણં મમ:

ધેનુ ચરાવતા ગોપો બોલે……….શ્રીકૃષ્ણ: શરણં મમ:

વાજાં ને તબલામાં બોલે………….શ્રીકૃષ્ણ: શરણં મમ:

શરણાઈ ને તંબૂરમાં બોલે……….શ્રીકૃષ્ણ: શરણં મમ:

નૃત્ય કરંતી નારી બોલે………….શ્રીકૃષ્ણ: શરણં મમ:

કેસર કેરી ક્યારી બોલે………….શ્રીકૃષ્ણ: શરણં મમ:

આકાશે – પાતાળે બોલે………….શ્રીકૃષ્ણ: શરણં મમ:

ચૌદ લોક બ્રહ્માંડે બોલે…………..શ્રીકૃષ્ણ: શરણં મમ:

ચન્દ્ર સરોવર ચોકે બોલે…………..શ્રીકૃષ્ણ: શરણં મમ:

પત્ર પત્ર શાખાએ બોલે…………..શ્રીકૃષ્ણ: શરણં મમ:

આંબા, લીંબુ ને જાંબુ બોલે……….શ્રીકૃષ્ણ: શરણં મમ:

વનસ્પતિ હરિયાળી બોલે………….શ્રીકૃષ્ણ: શરણં મમ:

જતીપુરાના લોકો બોલે…………….શ્રીકૃષ્ણ: શરણં મમ:

મથુરાજીના ચોબા બોલે…………….શ્રીકૃષ્ણ: શરણં મમ:

ગોવર્ધનને શિખરે બોલે…………….શ્રીકૃષ્ણ: શરણં મમ:

ગલી ગલી ગહવરવન બોલે………શ્રીકૃષ્ણ: શરણં મમ:

વેણુ સ્વર સંગીતે બોલે……………..શ્રીકૃષ્ણ: શરણં મમ:

કળા કરંતા મોર બોલે………………શ્રીકૃષ્ણ: શરણં મમ:

પુલિન કંદરા મધુવન બોલે………..શ્રીકૃષ્ણ: શરણં મમ:

શ્રી યમુનાજીની લહેરો બોલે………શ્રીકૃષ્ણ: શરણં મમ:

આંબા ડાળે કોયલ બોલે…………..શ્રીકૃષ્ણ: શરણં મમ:

તુલસીજીના ક્યારા બોલે…………..શ્રીકૃષ્ણ: શરણં મમ:

સર્વ જગતમાં વ્યાપક બોલે………..શ્રીકૃષ્ણ: શરણં મમ:

વિરહી જનનાં હૈયાં બોલે…………..શ્રીકૃષ્ણ: શરણં મમ:

કૃષ્ણ વિયોગે આતુર બોલે………….શ્રીકૃષ્ણ: શરણં મમ:

વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે………….શ્રીકૃષ્ણ: શરણં મમ:

મધુર વીણા વાજિંત્રો બોલે…………શ્રીકૃષ્ણ: શરણં મમ:

કુમુદિની સરોવરમાં બોલે…………..શ્રીકૃષ્ણ: શરણં મમ:

ચન્દ્ર સૂર્ય આકાશે બોલે…………….શ્રીકૃષ્ણ: શરણં મમ:

તારલિયાના મંડળ બોલે……………શ્રીકૃષ્ણ: શરણં મમ:

અષ્ટ પ્રહર આનંદે બોલે…………….શ્રીકૃષ્ણ: શરણં મમ:

રોમરોમ વ્યાકુળ થઈ બોલે…………શ્રીકૃષ્ણ: શરણં મમ:

મહામંત્ર મન માંહે બોલે…………….શ્રીકૃષ્ણ: શરણં મમ:

જુગલચરણ અનુરાગે બોલે…………શ્રીકૃષ્ણ: શરણં મમ: