Select Page
Sambhu Sarne Padi

 

શંભુ શરણે પડી માગુ ઘડીએ ઘડી દુ:ખ કાપો

દયા કરી શિવ દર્શન આપો

 

તમે ભકતોના ભય હરનારા

શુભ સૌનુ સદા કરનારા

હું તો મંદ મતી, તારી અકળ ગતિ, કષ્ટ કાપો

દયા કરી ……

 

અંગે ભસ્મ સ્મશાન ની ચોળી

સંગે રાખો સદા ભૂત ટોળી

ભાલે ચંદ્ર ધર્યો, કંઠે વિષ ધર્યો, અમૃત આપો

દયા કરી ……

 

આપો દ્રષ્ટિ માં તેજ અનોખું

સારી શ્રુષ્ટિ માં શિવ રૂપ દેખું

મારા દિલ માં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો

દયા કરી ……

 

નેતી નેતી જયાં વેદ કહે છે

મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે

સારા જગમાં છે તું , વસુ તારા મા હું, શકિત આપો

દયા કરી ……

 

હું તો એકલ પંથી પ્રવાસી

છતાં આતમ કેમ ઉદાસી

થાકયો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો

દયા કરી ……

 

ભોલા શંકર ભવ દુ:ખ કાપો

નિત્ય સેવાનું શુભ ધન આપો

દયા કરી ……