Tan To Mandir Hain
નિત્ય નિત્ય ભજીએ તારું નામ
પ્રેમે થકી અમને રે પ્રભુજી રે મળ્યા રે
આણી તીરે ગંગા વાલા
ઓલી રે તીરે જમુના વાલા
વચમાં ગોકુળીયું રૂડું ગામ
બાઈ ‘મીરા’ કહે પ્રભુ
ગિરીધર ના ગુણ વાલા
એજી પ્રભુજી મળે તો બેડો પાર
રામ રાખે એમ રેવું દુનિયામાં
કોઈને કાઈ ન કહેવું
પ્રભુ ભજયા એને પરથમ પડીયું
અનધડ સંકટ એવું
મોરધ્વજ માથે કરવત મેલાણી
એને અડધું અંગડું લેવું
દુનિયામાં….
એકલી હાલી કાંધે ઉપાડી
કોણ આવે કોને કેવું
તારા દે પાસે ગાંબિયું ન મળે
દાન મસાણ ન દેવું
દુનિયામાં…
અજ્ઞાનીઓની ઓટી હોય અંતરમાં
ત્યજી દેવી એવી ટેવું
‘નાગ’ કહે નારાયણ પ્રતાપે
સુખ દુ:ખ બને તે સહેવું
દુનિયામાં….