Mukti Male Ke Na Male
મુક્તિ મળે કે ના મળે
મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરાવી છે,
મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરાવી છે.
મારો કંઠ મધુરો ના હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે,
શબ્દો મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે.
મુક્તિ મળે કે ના મળે…
મારો અંત સમય જયારે આવે શ્રીજી, તમે રેહજો આ નૈનોની સામે શ્રીજી,
ભલે સ્વર્ગ મળે કે ના મળે, મારે શરણે તમારી વસવું છે.
મુક્તિ મળે કે ના મળે…