Mangal Mandir Kholo | TGES Studio
Select Page

Mangal Mandir Kholo

મંગલ મંદિર

મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો

મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો

જીવન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો

તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુનેઉરમાં લ્યો લ્યો

દયામય મંગલ મંદિર ખોલો…

નામ મધુર તવ રટ્યો નિરંતર, શિશુ સહ પ્રેમે બોલો,

દિવ્ય તૃષાતુર આવ્યો બાળક, પ્રેમ અમીરસ ઢોળો,

દયામય મંગલ મંદિર ખોલો…

મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો

મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો