Select Page
Mela Man Na Mandir

 

મેલા મનના મંદિર એમા

કેમ કરી પધારવું

કયાં તમને બેસાડું ઓ સ્વામી

 

તવ શબ્દોના સૂત્રો લખીને

અંતરમાં અજવાળું રે

તવ વાણીના કેડે ચાલુ

 

કદીયે ભુલ ન ખાવું

અંતરના ઉમંગો મારા

કેમ કરી સમજાઉં

 

તવ ચરણો જયાં પડતા મારે

ધૂળ બની પથરાઉં

મારા મનની વાતો આજે

 

સહુ વચ્ચે સંભળાવું

‘હરીપ્રસાદ’નો દાસ થયો છું

બીજું કોઈ ન આવું રે.