મારા ઘટમાં….
Mara Ghat Maa Birajta
વસુદેવં સુતમ દેવં કંસ ચાણુર મર્દનમ
દેવકી પરમાનંદમ કૃષ્ણંવંદે જગત ગુરુમ
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
મારું મનડું છે ગોકુળ વનરાવન
તારા તનના આંગણીયામાં તુુલસીના વન
મારા પ્રાણજીવન
મારા ઘટમાં….
મારા આતમના આંગણે શ્રી મહાપ્રભુજી
મારી આંખો દિસે ગિરીધારી રે ધારી
મારું તન મન ગયું જેને વારી રે વારી
મારા શ્યામ મુરારી
મારા ઘટમાં….
મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નીત કરતા શ્રીનાથજીને કાલા રે વાલા
મેં તો વલ્લભપ્રભુજીના કીધા છે દર્શન
મારું મોહી લીધું મન
મારા ઘટમાં….
હું તો નિત્ય વિઠલવરની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજીના ચરણે ધર્યું
જીવન સફળ કર્યું
મારા ઘટમાં….
મેં તો ભકિત મારગ કેરો સંગ રે સાધ્યો
મને ઘોળ કિરતન કેરો રંગ રે લાગ્યો
મેં તો લાલાની લાલી કેરો નંગ રે માગ્યો
હિરલો હાથ લાગ્યો
મારા ઘટમાં….
આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે
વારે વારે માનવ દેહ કદી ના મળે
ફેરો લખ રે ચોર્યાસીનો મારો રે ફળે
મને મોહન મળે
મારા ઘટમાં…..
મારી અંત સમય કેરી સુણો રે અરજી
લેજો શ્રીજી બાવા ચરણોમાં દયા રે કરી
મને તેડા રે યમ કેરા કદી ના આવે
મારો નાથ તેડાવે.