Select Page
Koi Tataniya Dhara Thi

 

કોઈ તાંતણીયા ધરાથી તેડાવો મારી બેનુ રે

ખોડીયાર રમવા ને આવો

કોઈ માટેલ જઈને મનાવો મારી બેનુ રે

 

આસોના ઉજળા આવ્યા છે નોરતા

મનડે કોડ નથી માતો

માના તહેવારનો મહિમા છે એવડો

સૃષ્ટિમાં નથી રે સમાતો

સારા સર્જનની શોભા વધારો મારી બેનુ રે… ખોડીયાર…

 

ઝાડવે ઝાડવે દિપ પ્રગટાવો

વાસંત વાહોલીયા રે વાવો

પત્થરને કહી દો કે ફૂલડા થઈ જાય

જડમાં ગીતો જગાવો

તમે આકાશે ઢોલ વગડાવો મારી બેનુ રે… ખોડીયાર…

 

આભ કેરી ઓઢણી ઓઢી છે અંગમાં

સૂરજનો ગરબો સજાવ્યો

ગંગા ને જમુનાના પાયલ પગમાં

હે માળાનો હાર લટકાવ્યો

કહે ‘આપ’ તમે ફૂલ વરસાવો મારી બેનુ રે … ખોડીયાર…