Kanudo Su Jane Mari Preet
કાનુડો શું જાણે મારી પ્રીત, છોગાળો શું જાણે મારી પ્રીત
કે બાઈ અમે હું તો બાળ કુંવારા રે (2) કાનુડો શું…….
જળ રે જમુના ના અમે, નીર ભરવા ગ્યાતા વ્હાલા (2)
કાનુડે ઉડાડ્યા આછા નીર, કે ઉડ્યા ફરરર રે (2)
કાનુડો શું જાણે મારી………
વૃંદા તે વન માં વાલા, રાસ રચ્યો છે વ્હાલા (2)
સોળસે ગોપી ના તાણ્યાં નીર, કે ફાટ્યા ચરરર રે (2)
કાનુડો શું જાણે મારી…………
હું રે વેરાગણ કાના, તમારા નામ ની રે (2)
કાનુડે માર્યા અમને તીર, વાગ્યા ચરરર રે (2)
કાનુડો શું જાણે મારી………….
બાઈ મીરા કહે પ્રભુ, ગિરધર ના ગુણ વ્હાલા (2)
કાનુડે બાળી કીધા રાખ, કે રાખ ઉડી ખરરરર રે (2)
કાનુડો શું જાણે મારી……………