Select Page
Kala Kala Chor Ni Mohini

 

કાળા કાળા ચોરની મોહીની લાગી રે

શ્યામ સુંદર રૂપની મોહીની લાગી રે

જગતના એ ભુપની મોહીની લાગી રે

 

દૂર મેવાળ દેશ ચિત ચોર વસે રે

નિરખી નિરખી જેને મારું મનડું હસે રે

ચિતડાના એ ચોરની મોહીની લાગી રે

 

સંસારની આ માયા જોય હું તો થાકી રે

સાંભળને ઓ શામળા મારી પિ્રતડી પાકી રે

મનડાના મોરની મોહીની લાગી રે

 

સ્મરણ તારી છબી કેરૂ મુજને વ્હાલું રે

કૃષ્ણનામ આધારે હું જગમાં મ્હાલું રે

વાંસળી ઘનઘોર જોને એવી વાગી રે

 

દર્શન એના કરી હું તો ભાન ભુલી રે

મીઠડી ઝાંખી પર ‘નીતા’ જીવન વારી રે

માખણના એ ચોરની મોહીની લાગી રે