Jago Jago Hare Tripurari
જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા જોગંદર
જળ વરસાવો કે જળાધારી જટાળા જોગંદર
ૐ નમ:શિવાય
તમે પશુપતિ કહેવાણા છો
એવા પશુથી કેમ રીસાણા છો
એ… તારી નંદી ઉપર અસવારી જટાળા
ૐ નમ:શિવાય
તારા ભાલે તે ચાંદો ચમકે છે
તારે માથે ગંગાજી ખળકે છે
છે તારા ભરોસા ભારી જટાળા
ૐ નમ:શિવાય
તે જગતના ઝેરે તે પીધા છે
અમરત અવરને દીધા છે
આજ અમને લેજો ઉગારી