Select Page
Hari Tu Gadu Maru Kya Lai Ja

 

ધરમ કરમના જોડીયા બડદિયા,

ધીરજની લગામ તાણું

હરી તું ગાડું મારું કયાં લઈ જાય કાંઈ ના જાણું

 

સુખ ને દુ:ખના પૈડા ઉપર

ગાડું હાલ્યું જાયે

કહી ઉગે આશાનો સૂરજ

કદી અંધારું થાયે

એ…. મારી મુજને ખબર નથી કાંઈ

કયાં મારે રેવાનું. કાંઈ ન…

 

કયાંથી આવું કયાં જવાનું

કયાં મારે રેવાનું

અગમ નિગમનો ખેલ અગોચર

મનમાં મૂંઝાવાનું

એ…. હરતું ફરતું શરીર તો છે

પિંજર એક પુરાણું. કાંઈ ના…