Select Page
Hu Karu Prabhu Prathna

 

હું કરું છું પ્રાર્થના પ્રભુ પ્રેમ તારો આપજે ,

જો કોઈ હું ભૂલ કરું તો આવી તું મને વારજે . હું ..

 

જાણું છું સંસાર તો સુખદુ:ખનો એક સાર છે ,

જીવન એક સંગ્રામ કોઈની જીત કોઈની હાર છે ;

હારથી હારી ન જાઉં એવી હિંમત આપજે . હું …

 

ધન મળે કે ના મળે પણ ધર્મને હું જાળવું ,

તારો પંથ ચૂકી ન જાઉં એટલું સંભાળવું ;

તે છતાં ભૂલો પડું તો સાચે રસ્તે વાળજે . હુ …