Hari Halve Halve Hankare
ભાઈ રે…. ભાઈ રે….
હરી હળવે હળવે હંકારે,
મારું ગાડું ભરેલ ભારે
મેં તો લગામ દીધી હાથ હરી ને
હરી ચાહે તો પાર ઉતારે. હરી…
કાયાની કોઠીમાં કૂડાં
કરતુંક ઘાસ ભરેલા છે
કોઈની આંતરડી બાળે એવા
અવગુણ ઉર ઉભરેલા છે
કઈ કંકરને કુસુમ કાંટાને પેટનું પાપ પોકારે. હરી….
દેવની ડેલી દૂર નથી કાંઈ
કરણી કરેલ કઈ છે
વધ્યું ઘટયું કાંઈ પુણ્ય કરેલ હોય તો
પંડને કાજે દઈ દે
એ સપના જેવી મૂડી નથી જે
આવે હારે હારે. હરી….