Eklaj Avya Manwa
એકલા જ આવ્યા મનવા, એકલા જવાના
સાથી વિના સંગી વિના એકલા જવાના
કાળજાની કેડીએ કાયાના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે
કાયા ના સાથ દે ભલે, છાયા ના સાથ દે ભલે (ર)
પોતાના જ પંથે, પોતાના વિનાના સાથી
આપણે એકલા ને કિરતાર એકલો
એકલા જીવો ને એનો આધાર એકલો
એકલા રહીએ ભલે, વેદના સહીએ ભલે
એકલા રહીને બેલી, થાવું રે બધાના સાથી…