Dwarika Ni Duniya Ma
દ્વારિકાની દુનિયામાં કેમ તમે રેશો ને
કેમ કરી તમને ફાવશે
જયારે… ગોકુળિયું ગામ યાદ આવશે
કેવું બપોર તમે વાંસળીના સૂર થકી
વાયરાની જેમ હતા ઠારતા
પાંપણમાં પુરબી ગાયો લઈ સાંજ પડે
પાદરની વાટને મહારતા તમે
કે મોરપિચ્છ ખોસીને ફરતા બેફામ હવે
સોનાનો ભાર કેવો લાગશે. જયારે…
માખણની જેમ કયાંક હૈયુ રે ચોરતાને
કયાંક વળી કરતા ઉદારતા
ગોવર્ધન જીતવા છતાં એક રાધાની
પાસે અનાયાસ હારતા
કે રાજ તણી રમતોમાં નહીં ચાલે કારી ને
જીતવાનું ઠેર ઠેર આવશે. જયારે….