Dhanya Ekadashi Nu Vrat
ધન્ય એકાદશી
એકાદશી કરીયે તો વ્રજ સુખ પામીયે [2]
મારે એકાદશી વ્રત કરવું છે
મારે ધ્યાન હરિનું ધરવું છે
હે મારે વ્રજભૂમિમાં વસવું છે
— ધન્ય એકાદશી
મારે ગંગાઘાટે જાવું છે
મારે જમુનાજીમાં ન્હાવુ છે
હે મારે ભવસાગર તરી જાવું છે
— ધન્ય એકાદશી
મારે પંઢરપુરમાં જાવું છે
હે મારે ચન્દ્રભાગામાં ન્હાવુ છે
મારે વિઠ્ઠલરાયને નિરખવા છે
— ધન્ય એકાદશી
મારે દ્વારિકાપુરીમાં જાવું છે
હે મારે ગોમતીજીમાં ન્હાવુ છે
મારે રણછોડરાયને નિરખવા છે
— ધન્ય એકાદશી
જેણે એકાદશીનાં વ્રત કીધાં છે
એનાં ચાર પદારથ સીધ્યા છે
એને પ્રભુએ પોતાના કરી લીધાં છે
— ધન્ય એકાદશી
કોઈ બારમાસ કરે એકાદશી
એનાં અંતર વસે અવિનાશી
નહી કરશે તો જાશે હાથ ઘસી
— ધન્ય એકાદશી