Datareshwar Dev Bholiya
દાતારેશ્વર દેવ ભોળીયા કરૂ તમારી સેવા
જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી
પાર્વતીના પતી ઘોડલે રમે ધુલનો પતિ
આરતી રોજ ઉતારતી હે ભોળા તારી (કોરસ)
હે જટા ધારી હે ભોળા તારી …. ૩(કોરસ)
કાળ તણા છો કાળ, કંઠમાં જુલી રહ્રાાં કંકાલ,
અંગ પર રમે વિષધર વ્યાલ, મણીધર ફણિયલ કાળા,
કરલ ધરલ નિલકંઠ ધતુરા, ભાંગતપ્ત આકંઠ નિશાચર,
ભુતપ્રેત નાચંત ભયંકર બુરી લટાળા….
આરતી રોજ ઉતારતી હે ભોળા તારી (કોરસ)
હે જટા ધારી હે ભોળા તારી …. ૩(કોરસ)
સ્થાનભૂમિ શમશાન, ધુરજરી ધરે અલખનું ધ્યાન,
દિગંબર મહાદેવ ભગવાન, અજન્મા અકળ અનુપમ
દેવ દૈત્યને નાગ માનવી, કોઈ ન પામે તણ અજરવર
તારા ગુણ અથાગ સમરીયે શંભુ બંમ બંમ….
આરતી રોજ ઉતારતી હે ભોળા તારી (કોરસ)
હે જટા ધારી હે ભોળા તારી …. ૩(કોરસ)