Chhe Mantra Sada Mangalkari
છે મંત્ર મહા મંગલકારી ૐ નમ: શિવાય ૐ નમ: શિવાય
એ જાપ જપો સૌ નર-નારી
એ મંત્રથી રામ વિજયને વર્યા
શ્રી રામે શિવને યાદ કર્યા – ર
કરી પૂજા ને શિવ પ્રસન્ન થયા ૐ નમ: શિવાય ૐ નમ: શિવાય
ગંધરવો જેનું ગાન કરે
અનકાદિક એ રસપાન કરે – ર
વ્યાસ સદા મુખથી ઉચ્ચરેૐ નમ: શિવાય ૐ નમ: શિવાય
યમ કુબેર ઈન્દ્રાદિક દેવો
કહે મંત્ર સાદો જપવા જેવો
શ્રધ્ધા રાખી શિવને એવો ૐ નમ: શિવાય ૐ નમ: શિવાય
ઋષિ મુનિઓ જેને ધ્યાને છે
વળી વેદ પુરાણને માને છે
બ્રહ્માને વિષ્ણુ વખાણે છે
એ મંત્રથી સર્વે સિધ્ધી મળે
વળી તન મનનો સંતાપ ટળે
એ મંત્ર સદા છે શુભકારી
ભવસાગરથી લેશે તારી
પ્રેમથી બોલો સંસારી ૐ નમ: શિવાય ૐ નમ:શિવાય