Select Page

Avo Avo mam hriday

આવો આવો મમ હૃદય મંદિરે

આવો આવો મમ હૃદય મંદિરે 

દીપ આજે પ્રગટાવો માં 

અજ્ઞાન તિમિર ને દૂર કરંતી 

અંતર જ્યોત જલાવો માં 

આજ તમારા દિવ્ય સ્પર્શ થી 

હૃદય વીણા  ઝણકાવો માં 

સમસ્ત વિશ્વવ ને સ્નેહે ભરતું 

મધુર સંગીત રેલાવો માં 

નાદ બ્રહ્મ ઓમકારનું 

રટણ જિહવાએ ચલાવો માં 

પરમ સ્મરણ ના દિવ્ય ગુંજ ને 

મસ્ત ધૂન ચલાવો માં