Amara Vicharo
અમારા વિચારો સદા હો પવિત્ર,
હો વાણી અમારી સદા પ્રિય સત્ય
જે કર્મો અમારા હો પૂર્ણ વિશુદ્ધ,
પ્રભો હો અમારું આ જીવન પ્રબુદ્ધ
અમે તારી શાંતિનું વાજિંત્ર બનીએ,
સદા સ્નેહ શ્રદ્ધા ને આશા ને વરીએ
અમારૂં જીવન હો સદા સત્યનિષ્ઠ,
અમારું કવન હો પ્રકાશે પ્રતિષ્ઠ
પ્રભો સારી શ્રુષ્ટિ નું કલ્યાણ થાયે,
મળે સુખ -શાંતિ ને સંતાપ જાયે
ને સત્યમ-શિવમ-સુન્દરમની જીવનમાં
પ્રભો સર્વકાળે ત્રિવેણી રચાયે
અમારા …