Select Page

Amane Rakho Sada

અમને રાખો સદા

અમને રાખો સદા તવ શરણે,

મધુમય કમલ સમા તવ ચરણે.

અમ તિમિરે તવ તેજ જગવજે,

અમ રુધિરે તવ બલ પેટવજે;

અમ અંતરમાં તવ પદ ધરજે.

અમને..

અગાધ ઓ આકાશ સમા તવ,

આમ ચૈતન્ય બનાવ મહાર્ણવ;

અમને આપ સકલ તવ વૈભવ.

અમને..