Select Page

Aatlo Janam Sudharo Guruji 

આટલો જનમ સુધારો 

આટલો જનમ સુધારો ગુરુજી મારો

આટલો જનમ સુધારો ગુરુજી હોજી

ફરી મળે ના મળે રે ફરી મળે કે ના મળે

આટલો જનમ સુધારો ગુરુજી હોજી…

માંડ કરી આ મનખો મળ્યો

એને પાર ઉતારો હોજી

સત શબદ ગુરુ અમને સમજાવો

આતમ ને ઓળખવો હોજી

આટલો જનમ સુધારો…

માયાજાળ માં જીવડો ભરાણો
એને આપ સમજાવો હોજી

લોભ-લાલચમાં એ લપટાણો

કામ ક્રોધ એના મારો ગુરુજી મારા

આટલો જનમ સુધારો ગુરુજી હોજી…